By Asifkhan Malek "નાના ઉભડાના આઝમ પીર" તા.માંડલ જી.અમદાવાદ જુના જમાનાના વઢિયાર અને ચૂંવાળ પંથકની વચ્ચેનો એ વિસ્તાર થોડો વખત અંધકારમય રહ્યો જેની વિગતો ઇતિહાસમાં ઓછી આલેખાયેલી, એવોજ એક ઇતિહાસના અંદરના પાનાઓમાં ધરબાએલો સાડા ચારસો વર્ષ જૂનો શહાદતનો કિસ્સો મારી સમક્ષ આવ્યો જેની ઉપર સંશોધન કરી એ ગામડાઓમાં રુબરુ જઈ જાત માહિતી મેળવીને એક લેખ તૈયાર કર્યો છે જે રજૂ કરું છું..... વઢવાણ ઠાકોર સાહેબ મહેમાનગતિએ રામપુરા પધારેલા અને ત્રણ દિવસ રોકાણા, અને ઘોડાં લાંબી મજલ કાપીને આવ્યા હોય એટલે અમથુંય એમનો થાકલો ઉતરે ત્યાં સુધી રોકાવુંજ પડતું, પણ એ ત્રણ દિવસના રોકાણ દરમિયાન એમણે એક ખાસ નોંધ કરી કે કાઈપણ વાત નીકળે એમાં નાના ઉભડાના નવયુવાન મલીક આઝમખાનનું નામ રામપુરાના જુવાનિયાઓ ખૂબ લેતા, ઘોડાં દોડ માં તો કહે આઝમખાનને કોઈ ના આંબી શકે, ભાલા ફેંકમાં તલવારબાજીમાં હાથોહાથની લડાઈમાં ઘોડાને તાલીમ આપવામાં વગેરે વગેરે, આ નાના ઉભડાનો યુવાન વઢવાણ ઠાકોર સાહેબને ઈર્ષા કરાવવા લાગ્યો, પણ પોતે મોટા માણસ અને એક વણોદ સ્ટેટના નાનકડા ભાયાતથી એમને ઈર્ષા ના કરાય એમ મન મનાવી ચોથા દિવસે એ વઢવાણ જવા નીકળ્યા, ...
Posts
Showing posts from July, 2018